કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-2013 મેળવી લેવો:
ધોરણ -10 અને ધોરણ -12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તથા સ્નાતક થયેલા શિક્ષિત યુવાનો માટે મહત્ત્વની કારકિર્દી ઘડવામાં માર્ગદર્શકરૂપ ''કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-2013'' માહિતીખાતા દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે.
માહિતીખાતા દ્વારા દર વર્ષે ધોરણ-10 અને 12 વિદ્યાર્થીઓ અને સ્નાતકોને કારકિર્દી પસંદ કરવામાં સહાયરૂપ થવાના હેતુથી વિશેષાંક પ્રકાશિત કરવાની પ્રણાલી રહી છે. આ વર્ષે પણ વિવિધ વિષયો જેવાં કે, ધોરણ-10 પછીના અભ્યાસક્રમો, ડિપ્લોમાં એન્જિનિયરીંગના અભ્યાસક્રમો, ધોરણ-12 પછીના વિવિધ અભ્યાસક્રમો, સ્નાતક પછીના અભ્યાસક્રમો, સ્પર્ધાત્મક, પરીક્ષાઓ, વિવિધ પ્રવેશ પરીક્ષાઓ, સંરક્ષણ દળમાં પ્રાપ્ય રોજગારી જેવા વિષયોને આવરી લેતાં નિષ્ણાંત અને તજજ્ઞ લેખકો દ્વારા લખાયેલા ઉપયોગી લેખો - અદ્યતન સામગ્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ અંક વહેલા તે પહેલાના ધોરણે મેળવી લેવા માહિતી વિભાગ ઘ્વારા જણાવાયું છે.
આ વિશેષાંક રૂા.20/- ની છૂટક કિંમતે વહેલા તે પહેલાના ધોરણે "રૉજગારી દર્શન કાયૅાલય,લાભ કોમ્પલેક્ષ,તૉરલ પાકૅ પાસૅ, કિડની હોસ્પિટલ પાછળ,યુનિવર્સિટી રોડ,રાજકોટ-360005." ખાતેથી સવારે 9am to 8pm સમય દરમિયાન મળી રહેશે.
